
જે માણસ સાચો હોય છે તે લોકો ના હૃદય માં રહે છે. પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર ના હૃદય માં રહે છે. જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.
ચોપડીના દાખલા ખોટા પડે તો પો’ચી વળાય સાહેબ,લાગણીનું ગણિત ખોટું પડે ત્યારે જિંદગી ગોટાળે ચડે……
માં એ નાનપણ માં
એક વાત કહી હતી,
સામેવાળો સુખી હોય
તો આમંત્રણ વગર જાવું નહીં
અને દુ:ખી હોય તો નિમંત્રણ
ની વાટ જોવી નહી…
સમજણ નો સોયદોરો
જો આરપાર થશે,તો જ ફાટેલ જિંદગી
ની સારવાર થશે…..!!!
જય શ્રી કૃષ્ણ?
તમારો દિવસ શુભ રહે…
સુપ્રભાત…
તારી યાદને આદત પડી ગયી રોજ મારી પાસેઆવવાની, નહીતર મને ક્યા આદત હતી, રોજ તને યાદ કરવાની.
જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા, જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા, સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.
સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે, કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.
નવા અને ખીલેલા પુષ્પ રૂપી “મિત્રો” જરૂર શોધજો…
પણ જુના અને કર્માંયેલા મિત્રો ને ક્યારેય”ભૂલશો” નહી…
કેમ કે જુના અને કર્માંયેલા પુષ્પોમાંથી જ”અત્તર” બને છે..
નયન માં વસ્યા છે જરા યાદ કરજો, કદી કામ પડે તો યાદ કરજો, મને તો પડી છે આદત તમને યાદ કરવાની, જો હિચકી આવે તો માફ કરજો .
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી, દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.